1 Kings 9:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા તેની વિગત આ પ્રમાણે હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન રાજાએ પ્રભુનું મંદિર અને રાજમહેલ બાંધવા, યરુશાલેમની પૂર્વગમની જમીનમાં પુરાણ કરવા અને નગરનો કોટ બાંધવા વેઠિયાઓનો ઉપયોગ કર્યો. તેણે તેમનો ઉપયોગ હાસોર, મગિદ્દો અને ગેઝેર નગરો બાંધવામાં પણ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાનું મંદિર, તથા પોતાનો મહેલ, તથા મિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે સુલેમાન રાજાએ જે વેઠ કરનારાની ટોળી ભેગી કરી તેની વિગત આ પ્રમાણે હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંને યહોવાનું મંદિર અને પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરૂશાલેમનો કોટ, હાસોર, મગિદૃો તથા વેઠ મજૂરીની પ્રથા દ્વારા બંધાવ્યા હતાં.