1 Kings 9:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરના રાજા ફારુને ગેઝેર પર ચઢાઈ કરી તેને કબજે કર્યું હતું અને બાળી મૂકયું હતું. અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે તે નગર પોતાની દીકરીને એટલે સુલેમાનની પત્નીને લગ્નની ભેટમાં આપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
(ઇજિપ્તના રાજાએ ગેઝેર પર હુમલો કરી તેને જીતી લીધું હતું અને તેના રહેવાસીઓને મારી નાખી નગરને આગ લગાડી હતી. પછી તેની પુત્રીએ જ્યારે શલોમોન સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે તે નગર તેને લગ્નમાં ભેટ તરીકે આપ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મિસરના રાજા ફારુને ચઢાઈ કરીને ગેઝેરને સર કરી તેને અગ્નિથી બાળી નાંખ્યું હતું, ને તે નગરના રહેવાસી કનાનીઓને મારી નાખીને તે પોતાની પુત્રીને, એટલે સુલેમાનની પત્નીને, પલ્લામાં આપ્યું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરના રાજા ફારુને ગેઝેર પર હુમલો કરી તેને કબજે કર્યુ હતું અને બાળી મૂકયું હતું, અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યારબાદ તેણે એ નગર પોતાની દીકરીને દહેજ તરીકે આપ્યું જેના લગ્ન રાજા સુલેમાંન સાથે થયાં હતાં.