1 Kings 9:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ જ સુલેમાને પોતાના બધા ભંડારનાં નગરો, તેમ જ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરુશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમ જ પોતાનાં સર્વ પૂરવઠા નગરો, ઘોડાઓ અને રથો રાખવાનાં નગરો, યરુશાલેમ, લબાનોન, તથા પોતાના રાજ્યમાં તેણે બાંધવા ધારેલાં બધાં બાંધકામ કરાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનના ભંડારનાં સર્વ નગરો, તેના રથોને માટે નગરો, તેના સવારોને માટે નગરો તથા પોતાના શોખને માટે યરુશાલેમમાં તથા લબાનોનમાં તથા પોતાના અધિકાર નીચેનાં સર્વ દેશમાં જે જે બાંધકામ કરવાની સુલેમાનને ઈચ્છા થઈ, તે બાંધ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમજ પોતાનાં બધાં ભંડારનાં નગરો, તેમજ જે શહેરોમાં એ પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરૂશાલેમ લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે એણે જે કંઈ બંધાવવા વિચાર્યુ હતું તે બધું પણ તેણે બંધાવ્યું.