1 Kings 9:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ભક્તિસ્થાનનું કામ પૂરું કર્યા પછી સુલેમાને ઈશ્વરને અર્થે જે વેદી બંધાવી હતી. તેના પર તે વર્ષમાં ત્રણ વાર દહનીયાર્પણ અને શાંત્યર્પણોનાં બલિદાન ચઢાવતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ ચઢાવતો હતો. તે પ્રમાણે તેણે ઈશ્વરના ઘરનું એટલે ભક્તિસ્થાનનું કામ પૂરું કર્યું અને તેનો ઉપયોગ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન વર્ષમાં ત્રણવાર પ્રભુને માટે તેણે બનાવેલી વેદી પર દહનબલિ અને સંગતબલિ ચઢાવતો. તે પ્રભુની વેદી આગળ ધૂપ પણ બાળતો. અને એમ તેણે મંદિરનું બાંધકામ પૂર્ણ કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાને યહોવાને અર્થે જે વેદી બાંધી હતી, તે પર તે દર વર્ષે ત્રણ વખત દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવતો હતો, ને તેની સામે યહોવાની આગળ ની વેદી પર ધૂપ બાળતો હતો. એ પ્રમાણે તેણે ઘર પૂરું કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિરનું કામ પૂરું કર્યા પછી સુલેમાંને પોતે બંધાવેલી વેદી પર વર્ષમાં ત્રણ વાર દહનાર્પણો અને શાંત્યર્પણોનાં બલિદાન અર્પણ કરતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ કરતો હતો.