1 Kings 9:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે તેને કહ્યું, "મારી આગળ કરેલી તારી પ્રાર્થના અને અરજ મેં સાંભળી છે, મારું નામ તેમાં રાખવા સારું તેં બંધાવેલા આ ભક્તિસ્થાનને હું પવિત્ર કરું છું. મારું હૃદય અને મારી દ્રષ્ટિ નિરંતર ત્યાં રહેશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને તારા કાલાવાલા સાંભળ્યા છે. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે તેં બાંધેલા આ મંદિરને મેં પવિત્ર કર્યું છે. હું તેનું હરહંમેશ લક્ષ રાખીશ અને તેનું રક્ષણ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના તથા તારી યાચના મેં સાંભળી છે. આ તારા બાંધેલા મંદિરને, મારું નામ તેમાં સદા રાખવા માટે, મેં પવિત્ર કર્યું છે, અને મારી ર્દષ્ટિ તથા મારું હ્રદય નિરંતર ત્યાં રહેશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ તેને કહ્યું, “મેં તારી પ્રાર્થના અને અરજ સાંભળી છે, તેં બંધાવેલું આ મંદિર હું પુનિત કરું છું. જેથી માંરું નામ હમેશાં ત્યાં હશે. માંરું હૃદય અને માંરી દૃષ્ટિ નિરંતર હું ત્યાં રાખીશ.