1 Kings 9:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી તેમને કાઢી મૂકીશ; અને આ ભક્તિસ્થાન કે જેને મેં મારા નામ અર્થે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિથી દૂર કરીશ. અને સર્વ લોકો મધ્યે ઇઝરાયલ મજાકરૂપ અને કહેવતરૂપ થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હું મારા ઇઝરાયલ લોકને મેં તેમને આપેલા દેશમાંથી હાંકી કાઢીશ. મારે નામે મારી ભક્તિ કરવા સદાના સ્થાન તરીકે પવિત્ર કરેલા આ મંદિર પરથી મારી દૃષ્ટિ ફેરવી લઈશ. ઇઝરાયલી લોકો અન્ય સર્વ લોકોમાં ઠઠ્ઠામશ્કરી અને તિરસ્કારને પાત્ર બની જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી હું તેઓને નષ્ટ કરીશ, અને આ જે મંદિર મેં મારા નામને માટે પવિત્ર કર્યું છે તેને હું મારી ર્દષ્ટિ આગળથી દૂર કરીશ; અને સર્વ લોક મધ્યે ઇઝરાયલ ર્દ્દષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો હું ઇસ્રાએલીઓને જે ભૂમિ આપી છે તેમાંથી તેમને હાંકી કાઢીશ; મંદિર કે જેને મેં માંરી ખ્યાતિ માંટે સમર્પિત કરેલું તેનો ત્યાગ કરીશ અને બધા ઇસ્રાએલીઓ બીજા બધા રાષ્ટ્રો માંટે એક મહેણાંટોણાં અને ધૃણાનું કારણ બનશે;