1 Kings 9:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જો કે આ ભક્તિસ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને પૂછશે, 'ઈશ્વરે આ દેશના અને આ ભક્તિસ્થાનના આવા હાલ શા માટે કર્યા?'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ બુલંદ મંદિર ખંડિયેર બની જશે અને તેની પાસે થઈને જનારા આશ્ર્વર્ય અને આઘાત અનુભવશે. તેઓ પૂછશે, ‘પ્રભુએ આ દેશની અને આ મંદિરની આવી દશા કેમ કરી?’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે, તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે, ને છટ છટ કરશે; અને તેઓ કહેશે, ‘શા માટે યહોવાએ આ દેશના તથા આ મંદિરના આવા હાલ કર્યા હશે?’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તથા આ મંદિર ખંડેર બની જશે, અને જતા આવતા સૌ કોઈ એને જોઈને આશ્ચર્યથી પૂછશે, ‘યહોવાએ આ ભૂમિના અને આ મંદિરના આવા હાલ શા માંટે કર્યા?’