1 Peter 5:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારા વિશ્વાસમાં અડગ રહો અને શેતાનનો સામનો કરો, કારણ, સમગ્ર દુનિયામાં તમારા સાથી વિશ્વાસીઓ પણ એવા જ પ્રકારનાં દુ:ખોમાંથી પસાર થઈ રહ્યા છે તેની તમને ખબર છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે વિશ્વાસમાં દઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુ:ખો પડે છે, તે તમે જાણો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શેતાનનો વિરોધ કરો. અને તમારા વિશ્વાસમાં સુદઢ બનો. તમે જાણો છો કે તમારા જેવી જ યાતના દુનિયાભરમાં તમારા ભાઇઓ અને બહેનો ભોગવી રહ્યા છે.