1 Samuel 1:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવારે વહેલા ઊઠીને તેઓએ ઈશ્વરની આગળ ભજન કર્યું, પછી તેઓ રામામાં પોતાને ઘરે પાછા આવ્યાં. એલ્કાના પોતાની પત્ની હાન્નાની સાથે સૂઈ ગયો અને ઈશ્વરે તેને સંભારી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે સવારે એલ્કાના અને તેના કુટુંબે વહેલા ઊઠીને પ્રભુની ભક્તિ કરી. પછી તેઓ પોતાને ઘેર રામા ગયાં. એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો સમાગમ કર્યો અને પ્રભુએ હાન્‍નાને યાદ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મોટી પરોઢે ઊઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું, ને પાછાં વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યાં; અને એલ્કાનાએ પોતાની પત્ની હાન્‍નાનો અનુભવ કર્યો; અને યહોવાએ તેને સંભારી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે સવારમાં તેઓ વહેલાં ઊઠયાં અને મંદિરે ગયાં. ત્યાં તેઓએ સર્વસમર્થ યહોવાનું ભજન કર્યુ. પછી તેઓ તેમના ઘરે પાછા રામાં ગયા. એલ્કાનાહ તેની પત્ની હાન્ના સાથે સૂતો, અને દેવે તેને યાદ કરી અને તેની ઇચ્છા પૂરી થઇ.