1 Samuel 1:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ હાન્ના ગઈ નહિ; તેણે તેના પતિને કહ્યું, "બાળક દૂધ છોડે નહિ ત્યાં સુધી હું જઈશ નહિ; પછી હું તેને લઈ જઈશ, જેથી તે ઈશ્વરની સમક્ષ હાજર થઈને સદા ત્યાં જ રહે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ હાન્‍ના ગઈ નહિ. તેણે તેના પતિને કહ્યું, “છોકરાને દૂધ મૂકાવ્યા પછી હું તેને તરત જ પ્રભુના ઘરમાં તેમની સમક્ષ લઈ જઈશ, અને તે જીવનભર ત્યાં જ રહેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ હાન્‍ના ગઈ નહિ; કેમ કે તેણે પોતાના પતિને કહ્યું, “છોકરાને ધાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે, તે યહોવાની સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ હાન્ના ગઈ નહિ, તેણે તેના પતિને કહ્યું, “પુત્ર ખાતો થાય પછી હું એને યહોવા સમક્ષ લઈ જઈશ, અને યહોવાને અર્પણ કરીશ પછી કાયમ માંટે તે ત્યાં જ રહેશે.”