1 Samuel 10:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, "કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ઓળખીતા લોકોએ તેને તેમ કરતાં જોયો અને એકબીજાને કહેવા લાગ્યા, “કીશના પુત્રને શું થયું છે? શું શાઉલ પણ સંદેશવાહકનો પુત્ર છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એમ થયું કે જેઓ પ્રથમ તેને ઓળખતા હતા તે સઘળા લોકોએ જોયું કે, જુઓ, તે તો પ્રબોધકોની સાથે પ્રબોધ કરે છે, ત્યારે તેઓએ એકમેકને પૂછ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જે લોકો તેને પહેલેથી ઓળખતા હતા તેઓ એ તેને પ્રબોધકની સાથે પ્રબોધ કરતા જોયો. તેઓ એક બીજાને પૂછવા લાગ્યા, “કીશના પુત્રને શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકો માંથી એક છે?”