1 Samuel 10:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, "ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: 'હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ઇઝરાયલીઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે, ‘મેં તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા અને ઇજિપ્તીઓ તેમ જ તમને દુ:ખ દેનાર સર્વ પ્રજાઓથી તમને બચાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવા આમ કહે છે કે, હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, ને મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારાં સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલીઓના દેવ યહોવા કહે છે, ‘હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો. તમને તમાંરી મિસરીઓ નીચેની ગુલામીમાંથી અને તમાંરા ઉપર ત્રાસ ગુજારનાર સૌ રાજયોથી છોડાવી લાવ્યો હતો.’