1 Samuel 10:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, "આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?" તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ કેટલાક દુરાચારી લોકોએ કહ્યું, “આ માણસ આપણને કેવી રીતે બચાવી શકશે?” તેમણે શાઉલનો તિરસ્કાર કર્યો અને તેને કંઇ ભેટ આપી નહિ. પણ શાઉલ મૌન રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ કેટલાએક નકામા માણસોએ કહ્યું, “આ તે અમારો શો બચાવ કરશે?” અને તેઓએ તેને તુચ્છ ગણ્યો, ને તેની પાસે કંઈ ભેટ લાવ્યા નહિ. તો પણ તે શાંત રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ કેટલાક મુશ્કેલી કરનારાઓએ કહ્યું, “આ માંણસ આપણો બચાવ શી રીતે કરવાનો છે?” અને તેમણે તેને તિરસ્કૃત કર્યો. અને તેને કશી ભેટ ધરી નહિ છતાં પણ શાઉલ શાંત રહ્યો.