1 Samuel 11:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી નાહાશ આમ્મોની ગયો અને યાબેશ-ગિલ્યાદને ઘેરી લીધું. યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, "તું અમારી સાથે સુલેહ કર અને અમે તારી તાબેદારી સ્વીકારીશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી ગિલઆદના પ્રદેશના યાબેશ નગર પર આમ્મોનના નાહાશે ચઢાઈ કરી. તેના લશ્કરે નગરને ઘેરો ઘાલ્યો અને યાબેશના માણસોએ નાહાશને કહ્યું, “અમારી સાથે કરાર કર એટલે અમે તારે શરણે આવીશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી નાહાશ આમ્મોની ચઢી આવ્યો, ને તેણે યાબેશ-ગિલ્યાદની સામે છાવણી નાખી. અને યાબેશના સર્વ માણસોએ નાહાશને કહ્યું, “તું અમારી સાથે કરાર કર, ને અમે તારા તાબેદાર થઈશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ્મોનના રાજા નાહાશ યાબેશ ગિલયાદ ઉપર ચડાઈ કરવા આવ્યો અને તેની સૈનાથી શહેર પર ઘેરો ઘાલ્યો. યાબેશના લોકોએ નાહાશને કહ્યું, “અમાંરી સાથે સંધિ કરો અને અમે તમાંરા સેવકો બનશું.”