1 Samuel 11:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી સર્વ લોકો ગિલ્ગાલમાં ગયા. અને ત્યાં ઈશ્વરની સમક્ષ શાઉલને રાજા તરીકે નીમ્યો. ત્યાં તેઓએ ઈશ્વરની આગળ શાંત્યર્પણોના યજ્ઞ કર્યા. અને શાઉલે તથા સર્વ ઇઝરાયલી લોકોએ ઘણો આનંદ કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ સૌ ગિલ્ગાલ ગયા અને ત્યાં તેમણે પ્રભુની સમક્ષ શાઉલને રાજા તરીકે જાહેર કર્યો. તેમણે સંગતબલિ અપ્યાર્ં અને શાઉલે તથા ઇઝરાયલના સર્વ લોકોએ ખૂબ આનંદ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી સર્વ લોક ગિલ્ગાલ ગયા, ને ત્યાં યહોવાની સમક્ષ તેઓએ શાઉલને રાજા નીમ્યો; અને ત્યાં યહોવાની સમક્ષ તેઓએ શાંત્યર્પણોના યજ્ઞ કર્યા; અને ત્યાં શાઉલે તથા ઇઝરાયલના સર્વ માણસોએ ઘણો આનંદ કર્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી તેઓ બધા ગિલ્ગાલ ગયા, અને ત્યાં યહોવા સમક્ષ શાઉલને પોતાના રાજા જાહેર કર્યો. તેઓએ યહોવાને શાંત્યર્પણો અર્પણ કર્યા; શાઉલે તથા ઇસ્રાએલના સર્વ પ્રજાજનોએ મોટો ઉત્સવ કર્યો.