1 Samuel 11:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યાબેશના વડીલોએ તેને કહ્યું, "અમને માત્ર સાત દિવસ આપ, કે જેથી અમે ઇઝરાયલના સર્વ પ્રદેશમાં સંદેશાવાહકો મોકલીએ. પછી, ત્યાં જો કોઈ અમારો બચાવ કરનાર નહિ હોય, તો અમે તને સોંપાઈ જઈશું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યાબેશના આગેવાનોએ કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ; જેથી અમે સમગ્ર ઇઝરાયલમાં સંદેશકો મોકલીએ. પછી અમને બચાવનાર કોઈ નહિ હોય તો અમે તારે શરણે આવીશું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાબેશના વડીલોએ તેને કહ્યું, “અમને સાત દિવસની મુદત આપ કે, ઇઝરાયલની સર્વ સીમમાં અમે સંદેશિયા મોકલીએ. પછી, જો અમારો બચાવ કરનાર કોઈ નહિ હોય, તો અમે તારી પાસે બહાર આવીશું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યાબેશના આગેવાનોએ કહ્યું, “તમે અમને ઇસ્રાએલના બધા લોકોને સંદેશવાહકો મોકલવાને માંટે એક અઠવાડિયું આપો. જો કોઈ અમાંરી મદદ કરવા ન આવે, તો અમે તમાંરે તાબે થઈશું.”