1 Samuel 11:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલ ખેતરમાંથી બળદોની પાછળ આવ્યો. શાઉલે કહ્યું, "લોકોની સાથે શું ખોટું બન્યું છે કે તેઓ રડે છે?" તેઓએ શાઉલને યાબેશના માણસોએ જે ધમકીનાં વચનો કહ્યા હતાં તે કહી સંભળાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ વખતે શાઉલ ખેતરમાંથી પોતાના બળદને લઈને આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશથી આવેલા સંદેશકોએ આપેલા સમાચાર જણાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જુઓ, બળદોની પાછળ પાછળ શાઉલ ખેતરમાંથી આવ્યો, અને શાઉલે પૂછ્યું, “લોકોને શું થયું છે કે તેઓ રડે છે?” અને તેઓએ તેને યાબેશના માણસોનાં વચનો કહી સંભળાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ જ વખતે શાઉલ ખેતરમાંથી બળદો લઈને ગામમાં આવતો હતો. તેણે પૂછયું, “શું થયું છે? બધા કેમ રડે છે?” તેમણે તેને યાબેશના માંણસોએ કહેલી વાત કહી સંભળાવી.