1 Samuel 13:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઇઝરાયલના આખા દેશમાં કોઈ લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓએ કહ્યું હતું, "રખેને હિબ્રૂઓ પોતાને માટે તરવાર કે ભાલા બનાવે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે આખા ઇઝરાયલમાં એકેય લુહાર નહોતો અને હિબ્રૂઓને તરવારો અને ભાલાઓ નહિ બનાવવા દેવાનો પલિસ્તીઓએ નિર્ધાર કર્યો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે ઇઝરાયલના આખા દેશમાં એકે લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓ કહેતા હતા, “હિબ્રૂઓને પોતાને માટે તરવાર કે ભાલા બનાવવા ન દેવા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સમગ્ર ઇસ્રાએલમાં એક પણ ઇસ્રાએલી લુહાર શોધ્યો જડતો ન હતો. કારણ, પલિસ્તીઓએ ઇસ્રાએલીઆને લોઢાની તરવાર અને ભાલા બનાવવાની કળા શીખવી હતી નહિ તેના કારણે તેઓ ઇસ્રાએલીઓથી ડરતા હતા.