1 Samuel 13:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે ત્રણ હજાર ઇઝરાયલીઓને પસંદ કર્યા અને બાકીના બીજા સૌને છાવણીમાં વિદાય કર્યા. તેણે પોતાની સાથે મિખ્માશમાં અને બેથેલના પહાડીપ્રદેશમાં બે હજાર રાખ્યા અને તેના પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના કુળપ્રદેશમાં ગિબ્યામાં એક હજાર રાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી શાઉલે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને ચૂંટી કાઢ્યા; તેમાંના બે હજાર શાઉલની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, ને એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા. અને બાકીના લોકોને તેણે પોતપોતાના તંબુએ મોકલી દીધા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઇસ્રાએલમાંથી 3,000 સૈનિકોની ભરતી કરી. તેમાંના 2,000 પોતાની સાથે બેથેલ પહાડી દેશમાં મિખ્માંશમાં રાખ્યા. જયારે બાકીના હજારનું સૈન્ય શાઉલનો પુત્ર યોનાથાનની સાથે બિન્યામીનના પ્રદેશના ગિબયાહમાં રાખ્યું. બાકીના સૈનિકોને શાઉલે પોતપોતાને ઘેર મોકલી દીધા.