1 Samuel 13:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે (કેમ કે લોકો દુઃખી હતા), ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલીઓ પર ભીષણ હુમલો થયો અને તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાઈ ગયા. તેમનામાંના કેટલાક ગુફાઓમાં, ખાઈઓમાં, ખડકોમાં, ખાડાઓમાં અને કોતરોમાં સંતાઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝરાયલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, [કેમ કે લોકો દુ:ખી હતા,] ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલી સૈનિકોએ જોયું કે તેઓ ભારે સંકટમાં છે અને તેઓનું લશ્કર ભીંસમાં આવી પડયું છે, ત્યારે તેઓ ગભરાઇ ગયા અને ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, અને કોતરોમાં તેમજ પાણીની ટાંકીઓમાં સંતાઈ જવા લાગ્યા.