1 Samuel 14:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક દિવસે, શાઉલના દીકરા યોનાથાને પોતાના જુવાન શસ્ત્રવાહકને કહ્યું, "આવ, આપણે પલિસ્તીઓનું લશ્કર જે બીજી તરફ છે ત્યાં જઈએ." પણ તેણે પોતાના પિતાને એ કહ્યું નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “ચાલ, આપણે પલિસ્તીઓની છાવણીમાં ધૂસી જઈએ.” પણ યોનાથાને તેના પિતાને તે વિષે વાત કરી નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે એક દિવસ એવું બન્યું કે શાઉલના દીકરા યોનાથાને પોતાના શસ્ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ આપણે પલિસ્તીઓનું લશ્કર જે પેલી તરફ છે ત્યાં જઈએ.” પણ પોતાના પિતાને તેણે એ વિષે કંઈ કહ્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે એ વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ.