1 Samuel 14:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્ત્રવાહકને કહ્યું, "અમારી પાસે ઉપર આવો, અમે તમને કંઈક બતાવીએ." યોનાથાને પોતાના શસ્ત્રવાહકને કહ્યું, "મારી પાછળ આવ, કેમ કે ઈશ્વરે તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તી સૈનિકોએ યોનાથાન અને યુવાનને બોલાવ્યા, “અહીં ઉપર આવો, અમે તમને કંઈક જણાવવા માગીએ છીએ.” યોનાથાને યુવાનને કહ્યું, “મારી પાછળ ઉપર આવ. કારણ, પ્રભુએ ઇઝરાયલને તેમની પર વિજય પમાડયો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્ત્રવાહકને ઉત્તર આપ્યો, “અમારી પાસે આવો, એટલે અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “મારી પાછળ ઉપર આવ; કેમ કે યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તી ચોકીદારોએ યોનાથાનને અને તેના સેવકને કહ્યું, “અહી ઉપર આવો, અમાંરે તમને કંઈક કહેવું છે.” તેથી યોનાથાને તેના સેવકને કહ્યું, “માંરી પાછળ પર્વત ઉપર આવ. યહોવા ઇસ્રાએલીઓને પલિસ્તીઓને હરાવવા દેશે.”