1 Samuel 14:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ યોનાથાનને ખબર ન હતી કે તેના પિતાએ લોકોને સોગન દીધા હતા. તેથી તેણે તો પોતાના હાથમાં જે લાકડી હતી તે લાંબી કરીને તેનો છેડો, મધપૂડામાં નાખીને તેને લાગેલું મધ ચાખ્યું. અને તેની આંખોમાં તેજ આવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પોતાના પિતાએ શાપ ઉચ્ચારીને લોકોને આપેલી ધમકી યોનાથાને સાંભળી નહોતી. તેથી પોતાની પાસેની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસીને તેણે થોડુંક મધ ખાધું. તરત જ તેનામાં સ્ફૂર્તિ આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યોનાથાનના પિતાએ લોકોને સોગન દીધા ત્યારે તેણે તે સાંભળ્યું ન હતું. તેથી તેણે પોતાના હાથમાં જે લાકડી હતી તે લંબાવીને તેનો છેડો મધપૂડામાં ઘોંચ્યો ને પોતાનો હાથ મોઢે લગાડ્યો. આથી તેની આંખોમાં તેજ આવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ શાઉલે લોકોને સમ દીધા હતા એની યોનાથાનને ખબર નહોતી, આથી તેણે પોતાના હાથમાંની લાકડી લંબાવીને મધપૂડામાં ખોસી મોઢામાં નાખી; તેથી તે એકદમ તાજો થઈ ગયો.