1 Samuel 14:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે કહ્યું, "તમે લોકો મધ્યે જાઓ, તેઓને કહો, 'દરેક માણસ પોતાનો બળદ, પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, અહીં તેઓને કાપે અને ખાય. પણ તમે રક્ત સાથે ખાઈને ઈશ્વર વિરુદ્ધ પાપ કરશો નહિ.'" અને તેઓમાંના દરેક માણસે એ રાત્રે પોતપોતાના બળદ લાવીને તેઓને ત્યાં કાપ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે હુકમ કર્યો, “લોકો મધ્યે જાઓ અને તેમને તેમના બળદ અને ઘેટાં અહીં લાવવા કહો. તેમણે તેમને અહીં કાપીને ખાવાનાં છે. રક્તવાળું માંસ ખાઈને પ્રભુ વિરુદ્ધ પાપ કરવાનું નથી.” તેથી તે રાત્રે તેમણે પોતાના બળદો લાવીને ત્યાં કાપ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલે કહ્યું, “તમે લોકો મધ્યે વિખેરાઈ જઈને તેઓને ખબર આપો કે, દરેક માણસ પોતાનો બળદ તથા દરેક માણસ પોતાનું ઘેટું અહીં મારી પાસે લાવે, ને અહીં તે કાપીને ખાય; પણ તમે રક્તની સાથે [માંસ] ખાઈને યહોવાની વિરુદ્ધ પાપ કરશો નહિ. અને તે રાત્રે સર્વ લોકોએ પોતપોતાના બળદ પોતાની સાથે લાવીને ત્યાં તે કાપ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે તેમને કહ્યું, “જાવ, અને પુરુષોને કહો કે દરેક પોતાનું ઘેટું ને બળદ અહીં લઈ આવે, અને તેને કાપીને ખાય. તેઆએ લોહીવાળું માંસ ખાવાનું નથી કારણ કે તે યહોવા વિરુદ્ધ પાપ છે.” ત્યાર પછી તે રાત્રે તેઓ બધાં તેમના પશુઆને લાવ્યા અને ત્યાં કાપ્યા.