1 Samuel 14:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યોનાથાન જે રસ્તે થઈને પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની બન્ને બાજુએ ખડકની ભેખડો હતી. એક બાજુની ભેખડનું નામ બોસેસ અને બીજીનું નામ સેને હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓની છાવણીમાં જવા માટે યોનાથાને જે ઘાટમાં થઈને પસાર થવું પડે તેમ હતું તેની બંને બાજુએ બે મોટા સીધા ચઢાણવાળા ખડક હતા, એકનું નામ બોસેસ અને બીજાનું નામ સેને હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઘાટોની વચ્ચેના જે રસ્તે થઈને યોનાથાન પલિસ્તીઓના લશ્કર પાસે જવાનું શોધતો હતો, તેની એક બાજુએ ખડકની ભેખડ ને બીજી બાજુએ ખડકની ભેખડ હતી; એકનું નામ બોસેસ, ને બીજીનું નામ સેને હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોનાથાન ઘાટીમાં થઈને પલિસ્તીઓની છાવણીમાં જવાની યોજના કરતો હતો. ધાટીની બન્ને બાજુએ મોટા ખડકો હતા. આ ખડકોના નામ બોસેસ અને સેનેહ હતા.