1 Samuel 14:40 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શાઉલે સર્વ ઇઝરાયલને કહ્યું, "તમે એક બાજુએ રહો, હું અને મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ." લોકોએ શાઉલને કહ્યું, "જે તને સારું લાગે તે કર."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ કોઈ કંઈ બોલ્યું નહિ. પછી શાઉલે તેમને કહ્યું, “તમે બધા ત્યાં ઊભા રહો. હું અને યોનાથાન અહીં ઊભા રહીશું.” તેમણે જવાબ આપ્યો, “તમને યોગ્ય લાગે તે કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે સર્વ ઇઝરાયલને કહ્યું, “તમે એક બાજુએ રહો અને હું તથા મારો દીકરો યોનાથાન બીજી બાજુએ રહીએ.” અને લોકોએ શાઉલને કહ્યું, “જેમ તમને સારું લાગે તેમ કરો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી ઇસ્રાએલીઓને તેણે કહ્યું, “તમે બધા એક બાજુએ ઊભા રહો અને હું માંરો પુત્ર યોનાથાન બીજી બાજુએ ઊભા રહીએ.” લોકોએ કહ્યું, “તમને ઠીક લાગે તેમ કરો.”