1 Samuel 15:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સવારે શાઉલને મળવાને શમુએલ વહેલો ઊઠ્યો. શમુએલને કહેવામાં આવ્યું, "શાઉલ કાર્મેલમાં આવ્યો છે. તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ત્યાંથી પાછો વળીને આગળ ચાલીને નીચે ગિલ્ગાલમાં ગયો છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજે દિવસે વહેલી સવારે તે શાઉલને મળવા ઉપડયો. શમુએલને કહેવામાં આવ્યું કે શાઉલે ર્કામેલ જઈને પોતાને માટે સ્મારક બંધાવ્યું છે અને પછી ગિલ્ગાલ ગયો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સવારે શાઉલને મળવાને શમુએલ પરોઢિયે ઊઠ્યો; અને શમુએલને એવી ખબર મળી કે, શાઉલ કાર્મેલમાં આવ્યો છે, ને જુઓ, તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ને ત્યાંથી પાછો વળીને તે આગળ ચાલીને ગિલ્ગાલમાં ઊતરી પડ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમુએલ સવારનાં વહેલો ઉઠયો; અને શાઉલને મળવા ગયો પણ લોકોએ તેને કહ્યું, “શાઉલ પોતાની ખ્યાતિમાં એક સ્માંરક ઊભું કરવા કામેર્લ ગયો છે. ત્યાથી તે બીજી જગ્યાઓએ જશે અને છેવટે ગિલ્ગાલ જશે.”