1 Samuel 15:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શાઉલે કહ્યું, "મેં પાપ કર્યું છે. પણ કૃપા કરી હાલ મારા લોકોના વડીલો આગળ અને ઇઝરાયલ આગળ મારું માન રાખ, ફરીથી મારી સાથે પાછો આવ જેથી મારા પ્રભુ ઈશ્વરની સ્તુતિ હું કરું."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે જવાબ આપ્યો, “મેં તો પાપ કર્યું છે. પણ મારા લોકના આગેવાનો અને સર્વ ઇઝરાયલની સમક્ષ મારું માન રાખો. મારી સાથે પાછા ચાલો. જેથી હું તમારા ઈશ્વર પ્રભુની ભક્તિ કરી શકું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ તો કર્યું છે, તોપણ કૃપા કરીને હાલ મારા લોકોના વડીલોની આગળ તથા ઇઝરાયલની આગળ મારું માન રાખો, ને તમારા ઈશ્વર યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછા આવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે; પણ માંરા લોકોના આગેવાનો આગળ અને ઇસ્રાએલીઓ આગળ માંરું માંન જાળવો અને માંરી સાથે પાછા આવો, જેથી હું તમાંરા દેવ યહોવાની ઉપાસના કરી શકું.”