1 Samuel 15:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શમુએલે પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી જોયો નહિ, તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ ઉપર રાજા ઠરાવ્યાને લીધે ઈશ્વરને અનુતાપ થયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલ જીવ્યો ત્યાં લગી તે શાઉલ રાજાને ફરી કદી મળ્યો નહિ, પણ તે તેને માટે દુ:ખી થતો હતો. શાઉલને ઇઝરાયલનો રાજા બનાવવા બદલ પ્રભુને દુ:ખ થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શમુએલ પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી મળવા ગયો નહિ. તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યાને લીધે યહોવાને અનુતાપ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમુએલે જીવનપર્યંત ફરી કદી શાઉલનું મોં જોયું નહિ. પરંતુ તેને માંટે તેને શોક ઘણો થયો. કારણ કે, તેને ઇસ્રાએલનો રાજા બનાવ્યો તે માંટે યહોવાને પસ્તાવો થયો હતો.