1 Samuel 15:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શાઉલે કેનીઓને કહ્યું કે, "જાઓ, પ્રયાણ કરો, અમાલેકીઓની વચ્ચેથી બહાર નીકળી પડો, તેથી તેઓની સાથે તમારો નાશ હું ન કરું. કેમ કે તમે ઇઝરાયલના સર્વ લોકો સાથે જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે માયાળુપણે વર્ત્યા હતા." તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે કેનીઓને ચેતવણી આપી, “તમે અમાલેકીઓમાંથી નીકળી જાઓ, જેથી તેમની સાથે હું તમારો નાશ ન કરું, કારણ, ઇઝરાયલીઓ ઇજિપ્તથી આવ્યા ત્યારે તમે તેમના પ્રત્યે માયાળુ હતા. તેથી કેનીઓ નીકળી ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી શાઉલે કેનીઓને કહ્યું, “અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરું, માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો; કેમ કે ઇઝરાયલી લોકો મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે કેનીઓને સંદેશો મોકલ્યો કે, “તમે તો ઇસ્રાએલીઓ જયારે મિસરમાંથી આવ્યા ત્યારે તેમની સાથે મૈત્રીભર્યો વ્યવહાર રાખ્યો હતો. તમે અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા જાઓ, નહિ તો માંરે તેમની સાથે તમને પણ માંરી નાખવા પડશે.” તેથી કેનીઓ અમાંલેકીઓનો પ્રદેશ છોડીને ચાલ્યા ગયા.