1 Samuel 16:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી શમુએલે યિશાઈને કહ્યું, "શું તારા સર્વ દીકરાઓ અહીં છે?" તેણે જવાબ આપ્યો, "હજી નાનો બાકી રહ્યો છે, પણ તે ઘેટાં સંભાળે છે." શમુએલે યિશાઈને કહ્યું," માણસ મોકલીને તેને તેડાવી મંગાવ; કેમ કે જ્યાં સુધી તે અહીં આવશે નહિ ત્યાં સુધી અમે જમવા નહિ બેસીએ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને પછી શમુએલે તેને પૂછયું, “શું તારે હજી બીજા પુત્રો છે?” યિશાઈએ જવાબ આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે. પણ તે ઘેટાં ચરાવવા બહાર ગયો છે.” શમુએલે યિશાઈને કહ્યું, “તેને અહીં બોલાવડાવ; તે આવે ત્યાં સુધી આપણે અર્પણ ચઢાવવાનું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી શમુએલે યિશાઈને પૂછ્યું, “શું તારા સર્વ દીકરા અહીં છે?” તેણે કહ્યું. “નાનો હજી બાકી રહ્યો છે, ને જુઓ, તે ઘેટાં ચારે છે.” અને શમુએલે યિશાઈને કહ્યું, “માણસ મોકલીને તેને તેડી મંગાવ; કેમ કે તે અહીં આવશે ત્યાં સુધી અમે [જમવા] નહિ બેસીએ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શમુએલે યશાઇને પૂછયુ, “શું તારે આ સાત પુત્રો જ છે?” યશાઇએ ઉત્તર આપ્યો, “હજી સૌથી નાનો બાકી છે, પણ તે ઘેટાં અને પ્રાણીઓ ચરાવવા ગયો છે.” તેથી શમુએલે યશાઇને કહ્યું, “તેને બોલાવવા માંટે મોકલો, અને તેને લાવો, તે ન આવે ત્યાં સુધી આપણે ભોજન નહિ કરીએ.”