1 Samuel 16:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી જુવાન માણસોમાંથી એક જણે જવાબ આપ્યો અને કહ્યું, "મેં યિશાઈ બેથલેહેમીના દીકરાને જોયો છે, તે વગાડવામાં કુશળ, બળવાન, હિંમતવાન છે. વળી તે લડવૈયો, બોલવામાં સમજદાર તથા રૂપાળો માણસ છે; અને ઈશ્વર તેની સાથે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના એક જુવાન નોકરે કહ્યું, “બેથલેહેમ નગરના યિશાઈનો એક પુત્ર નિપુણ વીણાવાદક છે. તે બહાદુર માણસ, સારો સૈનિક, સારો વક્તા ને સુંદર પણ છે. પ્રભુ તેની સાથે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો, “જુઓ, યિશાઈ બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે, ને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમ જ બોલવેચાલવે શાણો તથા સુંદર છે, ને યહોવા તેની સાથે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમાંના એક સેવકે કહ્યું, “મેં બેથલેહેમના યશાઇના એક પુત્રને જોયો છે. તે વગાડવામાં કુશળ છે, ને બહાદુર અને બહુ કુશળ છે, તે દેખાવડો પણ છે અને યહોવા દેવ તેની સાથે છે.”