1 Samuel 16:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શમુએલે કહ્યું, "મારાથી કેવી રીતે જવાય? જો શાઉલ જાણી જાય તો તે મને મારી નાખશે." ઈશ્વરે કહ્યું, "તારી સાથે એક વાછરડી લે અને કહે કે, હું ઈશ્વરના માટે બલિદાન કરવા સારુ આવ્યો છું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શમુએલે કહ્યું, “મારાથી કેમ કરીને જવાય? જો શાઉલ તે સાંભળે તો તે મને મારી નાખશે, ” ત્યારે યહોવાએ કહ્યું, “તારી સાથે એક વાછરડી લે, ને હું યહોવાની આગળ યજ્ઞ કરવા આવ્યો છું. એમ કહેજે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમુએલે પૂછયું, “હું કેવી રીતે જાઉં? જો શાઉલને તેની ખબર પડી જાય તો તે મને માંરી નાખશે.” યહોવાએ કહ્યું, “તું તારી સાથે એક વાછરડું લઈ જા, અને તેને કહેજે કે, ‘હું યહોવાને યજ્ઞ અર્પવા આવ્યો છું.’