1 Samuel 16:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યિશાઈએ દ્રાક્ષાસવની એક મશક, એક લવારું અને એક ગધેડા પર ખોરાક લીધાં અને દાવિદની મારફતે શાઉલ પાસે મોકલ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યિશાઈએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા એક લવારું એક ગધેડ પર [લાદીને] પોતાના દીકરા દાઉદની સાથે શાઉલને માટે મોકલાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે યશાઇએ રોટલી, દ્રાક્ષારસની એક કૂંડી તથા બકરાનું એક બચ્ચુ એક ગધેડાં પર લાદીને પોતાના પુત્ર સાથે શાઉલને મોકલાવ્યાં જેથી તે રાજી થાય.