1 Samuel 16:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યિશાઈને યજ્ઞ કરવા બોલાવજે અને તારે શું કરવું તે હું તને બતાવીશ. હું જેનું નામ તને કહું તેનો મારે સારુ અભિષેક કરજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યિશાઈને બલિ વખતે આમંત્રણ આપજે અને તારે શું કરવું તે હું કહીશ. હું કહું તે માણસનો તું રાજા તરીકે અભિષેક કરજે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે, પછી તારે શું કરવું તે હું તને બતાવીશ. અને હું જેનું નામ તને કહું તેનો મારે માટે અભિષેક કરજે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યશાઇને એ યજ્ઞમાં બોલાવજે. પછી તારે શું કરવાનું છે તે હું તને કહીશ. જે વ્યકિત હુઁ તને દેખાડું, તમાંરે તેનો રાજા તરીકે અભિષેક કરવો.”