1 Samuel 17:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા સારુ યહૂદિયાના તેઓ સોખોમાં એકત્ર કર્યા, જે યહૂદિયાનું છે. તેઓએ સોખો અને અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પલિસ્તીઓનાં સૈન્યો યહૂદિયાના સોખો નામના નગરમાં યુદ્ધને માટે એકત્ર થયાં. સોખો અને અઝેકાની વચ્ચે ‘એફેસ-દામીમ’ એટલે ‘લોહિયાળ સરહદ’ નામની જગ્યાએ તેમણે છાવણી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી પલિસ્તીઓએ પોતાનાં સૈન્યોને યુદ્ધ કરવા એકઠાં કર્યાં. તેઓ યહૂદિયાના સોખોમાં એકત્ર થયાં, ને સોખો તથા અઝેકાની વચ્ચે એફેસ-દામ્મીમમાં છાવણી નાખી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પલિસ્તીઓ યહૂદાના લોકો સાથે લડવા તૈયાર થયા અને યહૂદામાં સોખોહ આગળ ભેગા થયા, સૈન્ય ભેગુ થયું અને સોખોહ અને અઝેકાહ વચ્ચે છાવણી નાખી, એફેસ દામ્મીમ બોલાવાતા એક શહરેમાં.