1 Samuel 17:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તેઓની સાથે વાત કરતો હતો, એટલામાં પેલો બળવાન માણસ, ગાથનો પલિસ્તી ગોલ્યાથ, પલિસ્તીઓના સૈન્યમાંથી આગળ આવીને અગાઉના જેવા શબ્દો બોલવા લાગ્યો. અને દાઉદે તે સાંભળ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તેમની સાથે વાત કરતો હતો એવામાં ગોલ્યાથ નામના ગાથના પલિસ્તી યોદ્ધાએ તેમની સેનામાંથી બહાર આવીને અગાઉની જેમ ઇઝરાયલીઓને પડકાર ફેંકયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તેઓની સાથે વાત કરતો હતો એટલામાં, જુઓ, ગોલ્યાથ નામે ગાથનો પલિસ્તી યોદ્ધો પલિસ્તીઓનાં સૈન્યમંથી નીકળીને આગળના જેવા શબ્દો બોલવા લાગ્યો; અને દાઉદે તે સાંભળ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તેઓની સાથે વાતો કરતો હતો તે જ સમયે પલિસ્તી યોદ્ધા ગોલ્યાથે સેનામાંથી બહાર આવીને રોજની જેમ ઇસ્રાએલીઓને પડકાર ફેંક્યો. દાઉદે એ સાંભળ્યું.