1 Samuel 17:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે પાસે ઊભેલા માણસોને કહ્યું કે, "જે માણસ આ પલિસ્તીને મારી નાખીને ઇઝરાયલમાંથી કલંક દૂર કરશે તેને શું મળશે? આ બેસુન્નત પલિસ્તી કોણ છે કે જીવતા ઈશ્વરના સૈન્યનો તે તિરસ્કાર કરે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પોતાની પાસે ઊભેલા માણસોને દાવિદે કહ્યું, “આ પરપ્રજાના પલિસ્તીને મારી નાખનાર અને ઇઝરાયલના આ અપમાનને દૂર કરનાર વ્યક્તિને શું મળશે? જીવંત ઈશ્વરના સૈન્યનો તિરસ્કાર કરનાર આ પરપ્રજાનો પલિસ્તી કોણ છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદે પાસે ઊભેલા માણસોને પૂછ્યું, “જે માણસ આ પલિસ્તીને મારી નાખે, ને ઇઝરાયલનું મહેણું દૂર કરે, તેને શું મળશે? કેમ કે આ બેસુન્નત પલિસ્તી કોણ કે તે જીવતા ઈશ્વરનાં સૈન્યનો તિરસ્કાર કરે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે ત્યા ઊભેલા માંણસોને પૂછયું, “જે કોઈ આ પલિસ્તીને માંરી નાખે અને ઇસ્રાએલીઓની નામોશી ભૂંસી નાખે તેને શું ઇનામ મળે? આખરે આ ગોલ્યાથ છે કોણ? તે કોઇ જ નથી. એક વિદેશી થઇને જીવતાજાગતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાની હિંમત તે કેવી રીતે કરી શકે?”