1 Samuel 17:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને તેના મુખમાંથી ઘેટાંને છોડાવતો. અને જયારે રીંછ કે સિંહ મારા પર હુમલો કરતો, ત્યારે હું તેઓની દાઢી પકડીને, તેઓના પર સામો ધસીને તેઓને મારી નાંખતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે હું તેની પાછળ પડીને હુમલો કરતો અને ઘેટાંને બચાવી લેતો. જો સિંહ કે રીંછ મારા પર ત્રાટકે તો હું તેને ગળામાંથી પકડીને મારી નાખતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો મેં તેની પાછળ પડીને તેને મારીને તેના મુખમાંથી તે છોડાવ્યું. અને તેણે મારા પર હુમલો કર્યો, ત્યારે મેં તેની દાઢી પકડીને તેને ઠાર મારી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો હું તેની પાછળ પડી તેના ઉપર હુમલો કરીને તેના મોંમાંથી તેને છોડાવી લાવું છું. જો તે માંરી સામે થાય છે તો હું તેની દાઢી પકડીને માંરી માંરીને તેનો જીવ લઉં છું.