1 Samuel 17:47 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને આ સર્વ સમુદાય જાણે કે, ઈશ્વરે તલવાર અને બરછીથી વિજય અપાવ્યો નથી. કેમ કે યુદ્ધ તો ઈશ્વર લડે છે અને તે તમને અમારા હાથમાં પકડાવી દેશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને અહીં સૌ જાણશે કે પોતાના લોકોને બચાવવાને તેમને તલવાર કે ભાલાની જરૂર નથી. યુદ્ધમાં હંમેશા તે જ વિજેતા છે અને તે તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર કે બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે, ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અહીં ભેગા થયેલા સૌ કોઈ જાણે કે, યહોવાને રક્ષણ કરવા માંટે નથી જરૂર તરવારની કે નથી જરૂર ભાલાની; યુદ્ધમાં વિજય યહોવાનો છે અને તે તમને અમાંરા હાથમાં સોંપી દેશે.”