1 Samuel 17:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે પોતાનો હાથ થેલીમાં નાખીને તેમાંથી એક પથ્થર લીધો, તેને ગોફણ દ્વારા વીંઝીને તે પલિસ્તીના કપાળમાં માર્યો. પથ્થર પલિસ્તીના કપાળમાં પેસી ગયો અને તે જમીન પર ઊંધા મોઢે પડયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદે પોતાની ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર બહાર કાઢયો અને ગોફણ વીંઝીને તે ગોલ્યાથને માર્યો. એ પથ્થર તેના કપાળમાં વાગ્યો અને તેની ખોપરી તોડી નાખી અને ગોલ્યાથ જમીન પર ઊંધો પડી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે પોતાનો એક પથ્થર કાઢ્યો. ને ગોફળમાં વીંઝીને તે પલિસ્તીને કપાળમાં માર્યો. અને તે પથ્થર તેના કપાળમાં પેસી ગયો, એટલે તે ઊંધે મોઢે જમીન પર પડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે ઝોળીમાં હાથ નાખીને એક પથ્થર કાઢયો અને તે ગોફણમાં મૂકીને પલિસ્તીના કપાળમાં માંર્યો. પથરો તેના કપાળમાં જોરથી વાગ્યો અને તે ઊંધે માંથે ભોંય પર પટકાઈ પડયો.