1 Samuel 17:55 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે શાઉલે દાઉદને પલિસ્તી સાથે લડવા જતા જોયો હતો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને કહ્યું હતું કે, "આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?" આબ્નેરે કહેલું કે, "તારા જીવના સમ, રાજા, હું તેના વિષે કશું જાણતો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદને ગોલ્યાથ સામે લડવા જતો જોઈને શાઉલે પોતાના સેનાપતિ આબ્નેરને પૂછયું, “આબ્નેર, એ કોનો પુત્ર છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે શાઉલે દાઉદને એ પલિસ્તી સામે લડવા જતાં જોયો, ત્યારે તેણે સેનાપતિ આબ્નેરને પૂછ્યું, “આબ્નેર, આ જુવાન કોનો દીકરો છે?” આબ્નેરે કહ્યું, “હે રાજા તારા જીવના સમ, હું જાણતો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?” આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”