1 Samuel 17:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના ભાલાનો દાંડો સાળના રોલર જેવો હતો. તેના ભાલાનું વજન લોઢાના છસો શેકેલ જેટલું હતું. તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના ભાલાનો હાથો વણકરની શાળમાં કપડું વીંટવાના લાકડાના દાંડા જેટલો જાડો હતો અને ભાલાનું લોખંડનું ટોપચું સાત કિલો વજનનું હતું. એક સૈનિક તેની આગળ તેની ઢાલ લઈને ચાલતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની બરછીનો દાંડો વણકરની તોરના જેવો હતો. તેની બચ્છીનું ફળ લોઢાના છસો શેકેલ [વજનનું હતું]. અને તેની ઢાલ ઊંચકનાર તેની આગળ ચાલતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના ભાલાનો હાથો વણકરની સાળના તાર જેવો હતો અને તેનું લોખંડનું પાંનુ આશરે છસો શેકેલ વજનનું હતું, તેની ઢાલ ઉપાડનારો તેની આગળ ચાલતો હતો.