1 Samuel 18:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે શાઉલ સાથે તેણે વાત પૂરી કરી ત્યાર પછી, યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, યોનાથાન પોતાના જીવના જેવો પ્રેમ તેના પર કરવા લાગ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો.