1 Samuel 18:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ શાઉલની દીકરી મિખાલ, દાઉદને પ્રેમ કરવા લાગી હતી. તેઓએ શાઉલને કહ્યું, ત્યારે તે વાત તેને સારી લાગી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ શાઉલની પુત્રી મીખાલ દાવિદના પ્રેમમાં પડી અને એ વિષે સાંભળીને શાઉલ ખુશ થયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલની દીકરી મિખાલને દાઉદ સાથે પ્રેમ થયો. તેઓએ શાઉલને એ વાત કહી, ને તે તેને પસંદ પડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ શાઉલની બીજી પુત્રી મીખાલ દાઉદનાં પ્રેમમાં પડી અને શાઉલને જયારે એની જાણ થઈ ત્યારે તે બહુ રાજી થયો.