1 Samuel 18:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે, 'દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને, કહેવું, 'જો, રાજા તારા ઉપર બહુ પ્રસન્ન છે, તેના સર્વ ચાકરો તને પ્રેમ કરે છે. માટે હવે, રાજાનો જમાઈ થા."'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પોતાના અધિકારીઓને દાવિદની સાથે ખાનગીમાં આવી વાત કરવા હુકમ કર્યો: “રાજા તારા પર ખુશ છે. હવે તેની પુત્રી સાથે તારે લગ્ન કરવાની આ સારી તક છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલે પોતાના ચાકરોને આજ્ઞા આપી, “દાઉદ સાથે ગુપ્ત રીતે વાતચીત કરીને કહો કે, જો, રાજા તારા પર બહુ પ્રસન્ન છે, ને તેના સર્વ ચાકરો તને ચાહે છે, માટે હવે રાજાનો જમાઈ થા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે પોતાના દરબારીઓને કહ્યું, “તમે ખાનગી રીતે દાઉદને એમ કહો કે, ‘રાજા તારા ઉપર ઘણા પ્રસન્ન છે અને રાજાના બધા અમલદારો પણ તારા પર પ્રેમભાવ રાખે છે. રાજાના જમાંઈ થવા માંટે તારા માંટે આ ખરો સમય છે.’”