1 Samuel 18:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી શાઉલને ઘણો ક્રોધ ચઢયો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું. તેણે કહ્યું કે, "તેઓએ દાઉદને દસ સહસ્ત્રનું માન આપ્યું છે, પણ તેઓએ મને તો માત્ર સહસ્ત્રનું જ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલને આ ગમ્યું નહિ અને તે ખૂબ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, “દાવિદને નવાજવાને માટે તેઓ દસ હજારનો ઉલ્લેખ કરે છે, પણ મારે માટે તો માત્ર હજારનો જ ઉલ્લેખ કરે છે. તે હવે રાજા બને એટલું જ બાકી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એથી શાઉલને ઘણો ક્રોધ ચઢ્યો, ને આ રાસડાથી તેને ખોટું લાગ્યું. અને તેણે કહ્યું, “દાઉદને તેઓએ દશ સહસ્રનું માન આપ્યું છે, ને મને તો તેઓએ માત્ર સહસ્રનુમ માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલને આ ગમ્યું નહિ, તેને ગુસ્સો ચડયો, તે બોલ્યો, “દાઉદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જયારે મને માંત્ર હજારોનું જ! હવે તો એને રાજા થવું જ બાકી છે.”