1 Samuel 19:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે દાઉદ પર ચોકી રાખીને તથા તેને સવારે મારી નાખવા માટે તેને ઘરે સંદેશવાહકો મોકલ્યા. દાઉદની પત્ની મિખાલે, તેને કહ્યું, "જો આજે રાતે તું તારો જીવ નહિ બચાવે, તો કાલે તું માર્યો જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જ રાત્રે દાવિદના ઘરની ચોકી કરવા અને બીજી સવારે તેને મારી નાખવા શાઉલે કેટલાક માણસો મોકલ્યા. દાવિદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો તું આજ રાત્રે નાસી નહિ જાય તો આવતીકાલે માર્યો જઈશ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદ પર ચોકી રાખીને સવારે તેને મારી નાખવા માટે શાઉલે તેને ઘેર માણસ મોકલ્યા. અને દાઉદની સ્ત્રી મિખાલે તેને ખબર આપી, “જો તું આજે રાત્રે મિખાલે તેને ખબર આપી, “જો તું આજે રાતે તારો જીવ નહિ બચાવે તો કાલે તું માર્યો જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદના ઘર પર નજર રાખવા સારુ શાઉલે સૈનિકો મોકલ્યા અને તેઓને જણાવ્યું કે સવારે દાઉદ ઘરની બહાર નીકળે કે તરત તેને માંરી નાખવો. પરંતુ દાઉદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો આજે રાત્રે તું નાસી નહિ જાય તો કાલે સવારે નણ્ી તું મૃત્યુ પામશે.”