1 Samuel 19:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી યોનાથાને દાઉદને કહ્યું, "મારો પિતા શાઉલ તને મારી નાખવા શોધે છે. માટે કૃપા કરીને તું સવારમાં સાવચેત થઈને કોઈ ગુપ્ત જગ્યામાં સંતાઈ રહેજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેથી તેણે તેને કહ્યું, “મારા પિતાજી તને મારી નાખવાની તક શોધી રહ્યા છે. આવતી કાલે સવારે સાવધાન રહેજે; ગુપ્ત જગ્યાએ જઈને સંતાઈ જજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ શાઉલનો દીકરો યોનાથાન તેના પર ફિદા હતો. અને યોનાથાને દાઉદને ખબર આપી, “મારો પિતા શાઉલ તને મારી નાખવાનો લાગ શોધે છે; માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહેજે, ને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહેજે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેણે દાઉદને ચેતવ્યો કે, “માંરા પિતા શાઉલ તારો જીવ લેવાની તક શોધે છે, માંટે આવતી કાલે સવારે સાવધાન રહેજે; કોઈ ગુપ્ત જગ્યાએ છુપાઈ રહેજે.