1 Samuel 19:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, યોનાથાને તેને એ સર્વ વાતો કહી. અને યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, તે આગળની માફક તેની સમક્ષતામાં રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યોનાથાને દાવિદને બોલાવીને એ બધું જણાવ્યું. પછી તે તેને શાઉલ પાસે લઈ ગયો અને દાવિદ પહેલાંની જેમ રાજાની સેવામાં રહ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, ને યોનાથાને તેને એ સર્વ બાબતોથી વાકેફ કર્યો. પછી યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, ને તે આગળની માફક તેની હજૂરમાં રહ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યોનાથાને દાઉદને બોલાવીને આ બધી વાત કહી સંભળાવી. પછી તેને શાઉલ પાસે લઈ ગયો. દાઉદ ફરી પહેલાંની માંફક રાજાની સેવા કરવા લાગ્યો.